દેશનિકાલમાં સહકાર ન આપતા દેશો સામે પ્રતિબંધો લાદવાની અમેરિકાની ચેતવણી

દેશનિકાલમાં સહકાર ન આપતા દેશો સામે પ્રતિબંધો લાદવાની અમેરિકાની ચેતવણી

દેશનિકાલમાં સહકાર ન આપતા દેશો સામે પ્રતિબંધો લાદવાની અમેરિકાની ચેતવણી

Blog Article

અમેરિકાની કોંગ્રેસ અનડોક્યુમેન્ટેડ ઇમિગ્રન્ટ્સના દેશનિકાલ પર ટ્રમ્પ વહીવટીતંત્રના આદેશમાં સહકાર આપવાનો ઇનકાર કરનારા દેશો પર પ્રતિબંધોને બહાલી આપવા તૈયાર છે, એવી હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સના સ્પીકર માઇક જોન્સને ચેતવણી આપી હતી.

સત્તા સંભાળ્યા પછી તરત જ, ટ્રમ્પ વહીવટીતંત્રે મોટા પાયે દેશનિકાલ અભિયાન ચાલુ કર્યું છે અને દેશભરમાંથી દરોડા પાડવામાં આવી રહ્યા છે.

જોન્સને જણાવ્યું હતું કે “કોલંબિયા અને તમામ રાષ્ટ્રો ધ્યાનમાં રાખે. દેશનિકાલમાં સહકાર ન આપતા દેશો સામે પ્રતિબંધો અને અન્ય પગલાંને બહાલી આપવા કોંગ્રેસ તૈયાર છે. પ્રમુખ ટ્રમ્પ અમેરિકા ફર્સ્ટ નીતિનો અમલ કરી રહ્યાં છે અને કોંગ્રેસ તેમના એજન્ડાને મજબૂત બનાવતી નીતિઓ અમલમાં મૂકશે.

ગેરકાયદે ઇમિગ્રન્ટને નિશાન બનાવીને છેલ્લા કેટલાક દિવસોથી શિકાગોમાં શ્રેણીબદ્ધ દરોડાઓ પાડવામાં આવ્યાં હતા. ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને તેમની ઇમિગ્રેશન નીતિને લાગુ કરવા માટે લશ્કરી વિમાનોના ઉપયોગને મંજૂરી આપી છે.ગયા અઠવાડિયે, વિદેશ પ્રધાન એસ જયશંકરે કહ્યું હતું કે ભારત બિનદસ્તાવેજીકૃત ભારતીયોને પરત લેવા માટે યુએસને સહયોગ કરશે.

Report this page